દ્વારકા એક્સપ્રેસ-વે પ્રોજેક્ટમાં ગોલમાલ

સંક્ષિપ્ત સમાચાર

Tuesday 15th August 2023 17:40 EDT
 
 

કેગે તેના રિપોર્ટમાં જણાવ્યું કે, દ્વારકા એક્સપ્રેસ અંગે કિલોમીટર દીઠ રૂ. 18.20 કરોડની સરખામણીએ કિલોમીટર દીઠ રૂ. 250.77 કરોડના ખર્ચને મંજૂર કરવામાં આવ્યો છે.

• બ્રજમંડલયાત્રા ફરી કાઢવાની તૈયારીઃ નૂહમાં 28 ઓગસ્ટે ફરીથી બ્રજમંડલયાત્રા કાઢવાની તૈયારી થઈ રહી છે. આ નિર્ણય પલવલમાં યોજાયેલી હિન્દુ મહાપંચાયતની બેઠકમાં લેવામાં આવ્યો છે.

• જેનરિક દવાઓ ન લખનારા ડોક્ટરોને દંડઃ નેશનલ મેડિકલ મિશનના નવા નિયમો મુજબ ડોક્ટરોએ દર્દીઓને જેનરિક દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવાની રહેશે. તેમ ન કરાતાં દંડ કરવામાં આવશે.

• દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર સર્વસત્તાધીશઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા દિલ્હી સર્વિસીસ બિલ પર સહી કરાતાં દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગ માટે હવે દિલ્હીનાં લેફ્ટનન્ટ ગવર્નર જ સર્વસત્તાધીશ ગણાશે.

• ડેટા પ્રોટેક્શન બિલને સંસદમાં મંજૂરીઃ ડેટા સુરક્ષાની જવાબદારી નક્કી કરવાની જોગવાઈઓ સાથે ‘ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ-2023’ને બુધવારે રાજ્યસભામાં મંજૂરી આપી દેવામાં આવી છે.

• ઇમેજ ખરાબ થતાં નામ કર્યું ‘ઇન્ડિયા’: અમિત શાહે લોકસભામાં જણાવ્યું કે, યુપીએના શાસનમાં કૌભાંડ અને ગોટાળા થયાં, જે ખરડાયેલું નામ માર્કેટમાં ન લઈ જવા માટે ગઠબંધનને ‘ઇન્ડિયા’ નામ આપવામાં આવ્યું છે.

• ફ્રાન્સ 30 હજાર ભારતીયોને આપશે શેનઝેન વિઝાઃ ફ્રાન્સ 30 હજાર ભારતીય વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતાં શૈક્ષણિક, સાંસ્કૃતિક અને મૈત્રીપૂર્ણ સંબંધો માટે આ યુવાનો માટે પાંચ વર્ષના શેનઝેન વિઝા શરૂ કરવાની તૈયારી કરી છે.

• બલૂચિસ્તાનમાં ચીની એન્જિનિયરો પર આતંકી હુમલોઃ પાકિસ્તાનનાં બલૂચિસ્તાનમાં પુલનું બાંધકામ કરતા ચીની એન્જિનિયરોના કાફલા પર રવિવારે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 4 ચીની નાગરિકો માર્યા ગયા.


comments powered by Disqus