અમદાવાદઃ અત્યાર સુધી 92 લાખથી વધારે લોકો દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે. આગામી 31 ઓક્ટોબરે સરદાર જયંતીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 5 વર્ષ થશે. હાલના અંદાજ મુજબ એ વખતે ટિકિટ વેચાણનો આંકડો એક કરોડને પાર કરી જશે. મળતી વિગતો મુજબ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ટિકિટના વેચાણમાં ઘટાડો જણાઈ રહ્યો છે.
2019માં 27.17 લાખ ટિકિટનું વેચાણ થયું હતું. 2022માં 22.31 લાખ ટિકિટનું વેચાણ થયું, જ્યારે 2023ના પહેલા 5 મહિનામાં 10.83 લાખ ટિકિટ વેચાઈ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં અત્યાર સુધી રૂ. 2521.28 કરોડનો ખર્ચ કરાયો છે.


