બલૂચ નેતા કાકર બન્યા પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન

Tuesday 15th August 2023 17:38 EDT
 
 

ઇસ્લામાબાદઃ બલૂચિસ્તાન અવામી પાર્ટીના સેનેટર અનવર-ઉલ-હક કાકરની પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન પદ માટે પસંદગી થઈ છે. પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયે શનિવારે આ જાણકારી આપી હતી. વડાપ્રધાન શાહબાઝ શરીફ અને રાષ્ટ્રીય ધારાસભાના વિરોધપક્ષના રાજા રિયાઝ વચ્ચે બેઠક યોજાયા બાદ વડાપ્રધાન કાર્યાલયે ઉપરોક્ત જાહેરાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે કાકરના નામ પર સહમતી બની હતી. અખબારી યાદીમાં કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાન શાહબાઝ શરીફ અને રિયાઝે બલૂચિસ્તાન અવામી પાર્ટીના સેનેટર અનવર-ઉલ-હક કાકરની વરણી કાર્યવાહક વડાપ્રધાનના રૂપમાં કરવા પ્રમુખ અલ્વીને ભલામણ પાઠવી છે. વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથેની મુલાકાત પછી તેમના નિવાસ બહાર જ મીડિયા સાથે વાતચીત કરતાં રિયાઝે આ પસંદગીને સમર્થન જાહેર કર્યું હતું. રિયાઝે જણાવ્યું હતું કે, ‘અમે પહેલેથી જ નક્કી કર્યું હતું કે કાર્યવાહક વડાપ્રધાનપદે કોઈક નાના પ્રાંતમાં થયેલી બેઠકમાં આ પ્રતિષ્ઠિત પદનેતાની પસંદગી થવી જોઈએ. અનવર ઉલ હક કાકર કાર્યવાહક વડાપ્રધાન બને તે માટે સામાન્ય સહમતી સધાઈ છે.' જે મુજબ કાકરને રવિવારે શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા.


comments powered by Disqus