મથુરાની શાહી મસ્જિદનો પણ જ્ઞાનવાપી જેમ સરવે કરાવવા માગ

Tuesday 15th August 2023 17:28 EDT
 
 

નવી દિલ્હીઃ જ્ઞાનવાપી મસ્જિદ બાદ ઉત્તર પ્રદેશના મથુરામાં સ્થિત શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. અરજદારે માગ કરી છે કે જ્ઞાનવાપીની જેમ જ શાહી ઇદગાહનો પણ એએસઆઇ દ્વારા સરવે કરાવવામાં આવે. સાથે દાવો કર્યો છે કે આ મસ્જિદ પર હિન્દુ સમુદાયનો અધિકાર છે.
શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટ દ્વારા આ અરજી કરવામાં આવી છે જેમાં દાવો કરાયો છે કે કથિત શાહી ઇદગાહ મસ્જિદનું નિર્માણ હિન્દુ મંદિરને તોડીને કરાયું હતું. જ્ઞાનવાપી પર સુપ્રીમની મંજૂરી બાદ સરવે કરાઈ રહ્યો છે, ત્યારે સુપ્રીમ કોર્ટમાં કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટ દ્વારા પણ અરજી કરાઈ છે. અરજદારે દલીલ કરી છે કે વિવાદિત ભૂમિની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા સરવે જરૂરી છે.


comments powered by Disqus