પોરબંદરઃ પોરબંદરની નગીના મસ્જિદના મૌલવીએ ‘મુસ્લિમોએ રાષ્ટ્રગીત ન ગવાય’ અને ‘તિરંગાને સલામી ન અપાય' તેવો એક કથિત ઓડિયો વાઇરલ કર્યો હતો. આ બાબતે મુસ્લિમ સમાજના 3 યુવાનોને મુસ્લિમ ધર્મમાંથી કાઢી મૂકવાનું કહી અપમાનિત કરી માર માર્યો હતો. બાદ યુવાનોએ ફિનાઇલ પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
મૌલવીની મેલી મુરાદ
મુસ્લિમોમાં સર્જાયેલા ઘર્ષણ બાદ થયેલી ફરિયાદમાં નગીના મસ્જિદના મૌલવીએ કરેલી ટિપ્પણીનો ઓડિયો વાઇરલ થતાં પોલીસે તેને ઝડપી લીધો છે. તપાસમાં મૌલવી 2019માં બગદાદની પણ મુલાકાત લઈ ચૂક્યો હોવાનું ખૂલ્યું છે. તે દેશિવરોધી પ્રવૃત્તિમાં સામેલ હોવા અંગે તપાસ હાથ ધરાઈ છે.


