નવી દિલ્હીઃ ભારતે સોમવારે ચીન સાથે ઉચ્ચસ્તરીય લશ્કરી મંત્રણામાં પૂર્વી લદ્દાખમાં કેટલાક પોઈન્ટ જ્યાં ભારત – ચીન હજી પણ સામસામે છે ત્યાં ડિસએન્ગેજમેન્ટ પર ભાર મૂક્યો છે.
ભારતીય પ્રતિનિધિમંડળ 19મા રાઉન્ડની કોર્પ્સ કમાન્ડર લેવલ મંત્રણામાં દેપસાંગ પ્લેઇન્સ અને ડેમચોકને લઈને ઠરાવ માટે કહ્યું છે. આ મંત્રણામાં ભારતની વાસ્તવિક અંકુશ રેખાના પક્ષ (એલએસી)એ શુશુલ-મોલ્ડો બોર્ડર પોઇન્ટ અંગે વાતચીત ચાલી રહી છે.
લશ્કરી મંત્રણા લગભગ દસ કલાક ચાલી હતી. આ મંત્રણા અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. બંને દેશોના લશ્કરી કમાન્ડરોએ કોર્પ્સ કમાન્ડર લેવલ મીટિંગ પૂર્વે વાતચીત કરી હતી.
ભારત અને ચીનના લશ્કરી દળો પૂર્વી લદ્દાખમાં હજી પણ કેટલાક પોઇન્ટ પર ત્રણ વર્ષ પછી પણ સામસામે છે. વ્યાપક પ્રમાણમાં રાજદ્વારી અને લશ્કરી મંત્રણા પછી કેટલાય પોઇન્ટ પર બંને દેશોના લશ્કરોએ ડિસએન્ગેજમેન્ટ કરીને અથડામણ ટાળી છે.


