સમગ્ર દેશ જ્યારે 15 ઓગસ્ટે ધામધૂમપૂર્વક આઝાદીનો પર્વ ઊજવે છે, ત્યારે પોરબંદરમાં 77મા વર્ષના સ્વતંત્રતાપર્વની ઉજવણીરૂપે એક અદભુત દેશભક્તિનું જોશ જોવા મળ્યું. પોરબંદરમાં શ્રીરામ સ્વિમિંગ ક્લબના તરવૈયાઓ દ્વારા દરિયામાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી હતી.


