એરપોર્ટ પર આઇડી પ્રૂફ બોર્ડિંગ પાસની જરૂર નહીં રહે

સંક્ષિપ્ત સમાચાર

Tuesday 29th August 2023 14:56 EDT
 
 

અમદાવાદ એરપોર્ટ પરથી ઇન્ડિગો અને આકાશા એરની ડોમેસ્ટિક ફ્લાઇટના પેસેન્જરો એફઆરટી આધારિત ડિજિ યાત્રાથી પેપરલેસ યાત્રા કરી શકશે, જેમાં અસલ આઇડી પ્રૂફની જરૂર પડશે નહીં. અમદાવાદ એરપોર્ટ પર અમલી નવી બાયોમેટ્રિક બોર્ડિંગ સિસ્ટમથી ચેકઇન, સુરક્ષા અને બોર્ડિંગ પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે.

• આકાશવાણીનાં નિવૃત્ત મહિલા કર્મીને બે વર્ષની સજાઃ આકાશવાણી કેન્દ્રના પ્રોગ્રામ ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં આશ્લેષા મહેતાએ ફરજ દરમિયાન જ પોતાની ખાનગી સંસ્થા શરૂ કરી હતી. આકાશવાણીના નિયમોના ભંગ બદલ અને ભ્રષ્ટાચારના કેસમાં આશ્લેષા મહેતાને સીબીઆઇ કોર્ટે બે વર્ષની કેદની સજા અને રૂ. 21 હજારનો દંડ ફટકાર્યો છે.

• વરિષ્ઠ એડ્વોકેટ સુરેશભાઈ એન. શેલતનું અવસાનઃ ગુજરાત હાઇકોર્ટના પૂર્વ એડવોકેટ જનરલ અને સિનિયર એડવોકેટ સુરેશભાઈ શેલતનું 85 વર્ષની વયે 27 ઓગસ્ટે ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતું. તેમની અંતિમયાત્રામાં ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજીસ, સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિઓ, વકીલો અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

• પરિવાર પાસેથી પોલીસે ખંખેર્યા રૂ. 60 હજારઃ વિદેશથી ફરીને પાછા આવેલા વેપારી તેમની પત્ની અને એક વર્ષના દીકરા સાથે ઘરે જતા હતા ત્યારે ઓગણજ સર્કલ નજીક ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનોએ ખોટો કેસ કરવાની ધમકી આપી ગેરવર્તન કરી પરિવાર પાસેથી રૂ. 60 હજાર પડાવ્યા હતા. જે અંગે વેપારીએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી.

• ટ્રાન્સફરની ચીમકીથી પાસપોર્ટ કર્મચારીઓની હડતાળ સમેટાઈઃ પાસપોર્ટમાં લાંબો વેઇટિંગ પિરિયડ ઘટાડવા દર શનિવારે પાસપોર્ટ મેળાનું આયોજન કર્યું, પરંતુ કર્મચારીઓએ સહકાર ન આપી હડતાળ પાડી. વિદેશ મંત્રાલયે જે કર્મચારી હડતાળ પાડી કામગીરીને અસર કરશે તેમને ટ્રાન્સફર ઓર્ડર આપી દેવાની ચીમકી આપતાં કર્મચારીઓએ કામગીરી શરૂ કરી હતી, ત્યાં સુધી 400 લોકોએ ઘરે પાછા જવું પડ્યું હતું.


comments powered by Disqus