માઈક્રોન કંપનીને સાણંદ નજીક 3.76 લાખ ચો.મી. જમીન ફાળવાઈ

Tuesday 29th August 2023 15:04 EDT
 
 

અમદાવાદઃ થોડાક વખત અગાઉ જ અમેરિકા સ્થિત એમિક્રોન કંપની સાથે ગુજરાત સરકારે સેમિ કંડક્ટર યુનિટ માટે કરાર કર્યા હતા. રૂ. 22 હજાર કરોડના ખર્ચે તૈયાર થનારા સેમિ કંડક્ટર યુનિટ માટે એમિક્રોન કંપનીને સાણંદ નજીક 3.76 લાખ ચો.મી. જમીન ફાળવાઈ છે. માઇક્રોન કંપની ઉપરાંત અન્ય છ આંતરરાષ્ટ્રીય કંપનીઓએ પણ ગુજરાતમાં સેમિ કંડક્ટર યુનિટ સ્થાપવા માટે રસ દાખવ્યો છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- 2024 અગાઉ જ વિવિધ ક્ષેત્રમાં એમઓયુ થવા માંડ્યા છે. થોડાક દિવસો પહેલાં જ અમેરિકન એમિક્રોન કંપનીએ ગુજરાતમાં સેમિ કંડક્ટર યુનિટ સ્થાપવા એમઓયુ કર્યા હતા. એસેમ્બલ પેકેજ, સક્રિટ પેકેજ ઉપરાંત મેમરી કાર્ડ બનાવવામાં એમિક્રોન વિશ્વની ટોપ કંપની ગણાય છે, જેણે યુનિટને જેમ બને તેમ ઝડપી ધોરણે શરૂ કરવા તૈયારી દર્શાવી છે, જેના ભાગરૂપે ઉદ્યોગ વિભાગે તમામ પાસાં ધ્યાનમાં રાખીને સાણંદ પાસે જમીન ફાળવી દીધી છે. આ તરફ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં પણ સેમિ કંડક્ટર પર વધુ ફોકસ રાખવામાં આવે તેવું જાણવા મળ્યું છે.


comments powered by Disqus