મોડાસાઃ દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે પોતાના અધ્યક્ષ બદલી કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં સોંપી છે, ત્યારે બીજી તરફ ભાજપે પણ અત્યારથી જ રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે. લોકસભાની ચૂંટણી નજીક આવતાં પક્ષપલટો શરૂ થઈ ગયો છે. આ વચ્ચે કોંગ્રેસ માટે મોટા આંચકાસમાન સમાચાર સામે આવ્યા છે. ઉત્તર ગુજરાત કોગ્રેસમાં મોટું ભંગાણ થયું છે.
લોકસભા ચૂંટણી પહેલાં જ અરવલ્લી કોંગ્રેસના 350થી વધુ કાર્યકરો અને 30 સિનિયર નેતાઓ મંગળવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, જેમાં મોડાસા, ધનસુરા, બાયડ તાલુકાના કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયા કર્યા છે.


