આતંકવાદી યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન પાક.માં મંત્રી બનશે

Wednesday 23rd August 2023 07:18 EDT
 
 

ઇસ્લામાબાદઃ  કાશ્મીરના આતંકવાદી અને ટેરર ફન્ડિંગ કેસમાં તિહાર જેલમાં કેદ યાસિન મલિકની પત્ની મુશાલ હુસૈનને પાકિસ્તાનની વચગાળાની સરકાર મંત્રી બનાવી રહી છે. મુશાલ હુસૈન આંતરરાષ્ટ્રીય સંગઠનોને અપીલ કરીને યાસિન મલિકને છોડાવવા પ્રયત્નો કરતી રહે છે. પાક.માં વડાપ્રધાન શાહબાઝ શરીફના રાજીનામા પછી અનવર ઉલ હક કક્કર વચગાળાના વડાપ્રધાન બન્યા છે. કક્કર કેબિનેટમાં મુશાલ માનવાધિકારો પર વિશેષ સહાયક હશે.


comments powered by Disqus