ઉત્તરાખંડમાં ગુજરાતના મુસાફરોની બસ ખીણમાં ખાબકી, સાતનાં મોત

સંક્ષિપ્ત સમાચાર

Wednesday 23rd August 2023 06:37 EDT
 
 

ગંગોત્રીની જાત્રા કરીને પરત ફરી રહેલી ગુજરાતી શ્રદ્ધાળુઓની ખાનગી બસ રવિવારે બપોરે ચારેક વાગ્યાની આસપાસ ગંગનાની પાસે ખીણમાં ખાબકી હતી, જેના કારણે સાત લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 27 ઘાયલ થયા છે.

• ગુજરાતમાં પહેલીવાર ધર્મપરિવર્તનના ગુનામાં પાદરીને સજાઃ સગીર વયની કિશોર દીકરીને ધર્મપરિવર્તન કરવાનું દબાણ કરતાં અમદાવાદના પાદરીને કોર્ટે 3 વર્ષની સજા અને રૂ. 1 હજારનો દંડ ફટકાર્યો છે. ગુજરાતમાં પાદરીને સજા થઈ હોય તેવો આ પહેલો કિસ્સો છે. પાદરી પર યુવતીને તેના ફોટો અંગે બ્લેકમેઇલ કરવાનો પણ આરોપ છે.

• ભાજપ-આપના નેતાઓ કોંગ્રેસમાં જોડાયાઃ લોકસભાની ચૂંટણી પહેલાં આપનો ઝટકો વાગ્યો છે. આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી રાજીનામું ધરી કોંગ્રેસનો હાથ ઝાલ્યો છે. શનિવારે ભાજપ, આમ આદમી પાર્ટીના નેતાઓ અને સામાજિક આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હતા.

• ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માની હકાલપટ્ટી: ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદેથી ડો. રઘુ શર્માની હકાલપટ્ટી કરવામાં આવી છે. છેલ્લે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસની અત્યંત ભૂંડી રીતે હાર થઈ હતી. એ પછી પ્રભારી શર્મા પર માછલા ધોવાયા હતા. કોંગ્રેસ હાઈકમાન્ડે હવે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી તરીકે સાંસદ મુકુલ વાસનિકની પસંદગી કરી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આ નિર્ણયથી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.


comments powered by Disqus