ગુજરાતનો સૌથી સમૃદ્ધ જિલ્લો રાજકોટઃ નીતિ આયોગ

Wednesday 23rd August 2023 06:14 EDT
 
 

અમદાવાદઃ નીતિ આયોગ દ્વારા તાજેતરમાં જ ગુજરાતના સૌથી સમૃદ્ધ જિલ્લાઓની યાદી બહાર પાડવામાં આવી છે, જે મુજબ અમદાવાદ અને સુરતને પાછળ છોડી રાજકોટ રાજ્યના સૌથી સમૃદ્ધ જિલ્લા તરીકે ઉભરી આવ્યો છે. રાજકોટ બાદ બીજા ક્રમે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર આવે છે.
રસગોલા, ગાંઠિયા, ચા, ઘરેણાં, પેંડા, બાંધણી, એન્જિનિયરિંગ અને ઉદ્યોગો માટે જાણીતા રાજકોટના માથે હવે સૌથી સમૃદ્ધ જિલ્લાનો મુગટ મુકાયો છે.


comments powered by Disqus