ચીની સૈન્યે ઘૂસણખોરી કરીને ગોચર જમીન પડાવી લીધીઃ રાહુલ ગાંધી

Wednesday 23rd August 2023 07:13 EDT
 
 

લેહઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં બાઇક પર લદ્દાખની સફર ખેડી. આ અંતર્ગત રાહુલે ચીનના સૈન્યે એક ઈંચ જમીન પર પણ કબજો કર્યો નથી તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાવાને ફગાવી દીધો હતો. રાહુલે કહ્યું કે, લદ્દાખમાં લોકો કહે છે કે ચીની સૈન્યે અહીં ઘૂસણખોરી કરી છે અને તેમની ગોચર જમીન આંચકી લીધી છે. બીજીબાજુ ભાજપે આ નિવેદન બદલ રાહુલ ગાંધીનીટીકા કરતા કહ્યું કે રાહુલ ચીનની ‘પ્રોપેગેન્ડા મશીનરી’ની જેમ વાત કરે છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે લેહ- લદ્દાખના પ્રવાસ દરમિયાન પેંગોંગ સરોવર ખાતે તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, ચીને આપણી જમીન આંચકી લીધી છે. અહીંના લોકો સ્પષ્ટપણે કહે છે કે ચીનનું સૈન્ય આપણા વિસ્તારમાં ઘૂસી આવ્યું છે. તેમની ગોચરની જમીન આંચકી લેવાઈ છે, જ્યાં તેઓ પહેલાં તેમના પશુઓને ચરાવવા લઈ જતા હતા ત્યાં તેઓ હવે જઈ શકતા નથી.


comments powered by Disqus