સુરતઃ 17 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ થવાનું છે, ત્યારે હવે સુરતથી હોંગકોંગ, લંડન, દુબઈ, સિંગાપોરની ફ્લાઇટ શરૂ થશે એમ સુરત લોકસભાના સાંસદ સી.આર. પાટીલે જણાવ્યું હતું.
હાલમાં સમાપ્ત થયેલા ચોમાસુ સત્ર તથા ‘મારી માટી - મારો દેશ’ વિષય પર નવસારી સુરત લોકસભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તથા સુરત લોકસભાના સાંસદ અને કેન્દ્રીય રેલવે અને કાપડ દર્શનાબહેન જરદોષની સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે, 17 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીના હસ્તે સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ થવાનું છે. જેની તૈયારી ચાલી રહી છે. ત્યારે હવે સુરતથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવાની શક્યતા સામે આવી રહી છે.


