થરાદઃ પાકિસ્તાનના સિંધ પ્રદેશમાંથી પ્રવાસી વિઝા પર ભારત આવેલા 8 પરિવારના 45 લોકો બનાસકાંઠાના વાવ તાલુકાના આકોલી ગામે વિઝા પૂરા થયા પછી પણ રહેતા હતા. જેમની બનાસકાંઠા પોલીસે પાલનપુર લાવી નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના મીરપુરખસ સિંધના હિન્દુ ઠાકોર પરિવાર પાકિસ્તાનથી હરિદ્વાર જવા પ્રવાસી વિઝા લઈ નીકળ્યા હતા અને વાવ તાલુકાના આકોલી તેમજ થરાદના રાણેશરી ગામે આવીને રહ્યા હતા. જ્યાં ખેતમજૂર, ભાગિયા તેમજ અન્ય મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. વિઝા પૂરા થઈ જતાં 8 જૂન 2023ના રોજ તેઓએ લોન્ગ ટાઇમ વિઝા માટે અરજી પણ કરી છે, તેમજ રૂ. 1000ના બોન્ડ પણ લીધા છે.


