નવી દિલ્હીઃ બિલકિસ બાનોના દોષિતોની મુક્તિ વિરુદ્ધની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનાવણી હાથ ધરાઈ. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આડેહાથ લીધી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું કે, બિલકિસ બાનોના દોષિતોને મૃત્યુદંડની સજા એટલે કે આજીવન કેદની સજા આપવામાં આવી હતી, તો 14 વર્ષની સજા ભોગવીને કેવી રીતે મુક્ત થયા?


