અમદાવાદઃ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાને ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ઓફ હિન્દુ સ્ટડીઝ, ફ્લોરિડા, અમેરિકામાંથી શ્રીમદ ભગવદ્ ગીતા અને મેનેજમેન્ટ મોડેલ્સ પર પીએચડીની ડિગ્રી એનાયત કરાઈ છે. સંસ્કૃતના વિદ્વાન, ગુજરાતીના પ્રસિદ્ધ કવિ, સાહિત્યકાર ભાગ્યેશ જ્હાને વિદ્યાવાચસ્પતિથી અલંકૃત કરાતાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શુભકામના પાઠવાઈ છે.


