મુસ્લિમો અસલમાં હિન્દુ હતા, પછીથી કન્વર્ટ થયાઃ ગુલામ નબી આઝાદ

Wednesday 23rd August 2023 07:16 EDT
 
 

જમ્મુઃ કોંગ્રેસથી અલગ થઈને જમ્મુ-કાશ્મીરમાં અલગ પક્ષ બનાવનારા ગુલામ નબી આઝાદે જણાવ્યું છે કે ભારતમાં મોટાભાગના મુસ્લિમો હિન્દુ કન્વર્ટ થઈને મુસ્લિમ બન્યા છે. તેનું ઉદાહરણ કાશ્મીર ખીણમાં જોવા મળે છે. મોટાભાગના પંડિતોએ ઈસ્લામ અંગિકાર કર્યો હતો. આઝાદે જણાવ્યું કે, ભાજપ નેતાઓ પ્રમાણે કેટલાક મુસ્લિમો બહારથી આવ્યા છે અને કેટલાક અંદરથી આવ્યા છે. ઇસ્લામ 1,500 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યો હતો. હિંદુ ધર્મ ઘણો જૂનો છે.


comments powered by Disqus