વડોદરા-સુરત વચ્ચે 15 નવા બ્રિજ હાઇવેની સૂરત બદલશે

Wednesday 23rd August 2023 06:48 EDT
 
 

વડોદરાઃ નેશનલ હાઇવે 48 એટલે મુંબઈને દિલ્હીથી જોડતો માર્ગ કે જેના પર ઉદ્યોગ-પરિવહન, રોજગારથી માંડીને દરેક બાબત નિર્ભર છે તેની સૂરત બદલાવા જઈ રહી છે. આ નેશનલ હાઇવે પર થતા ટ્રાફિકને લઈને લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ કારણસર મોટા ઉદ્યોગોના માલ પરિવહન પર પણ અસર પડતી હોય છે. તેમાંય ભરૂચ જિલ્લો નેશનલ હાઇવે પરના ટ્રાફિકને લઈને બદનામ છે. લોકોને ક્યાંય જવું હોય તો પહેલાં ભરૂચમાં ટ્રાફિક છે કે કેમ તેની જાણકારી મેળવી લેતા હોય છે. જો કે હવે ભરૂચ સહિત વડોદરાથી સુરત સુધીના માર્ગ પર ટ્રાફિક ભૂતકાળ બની જાય તો નવાઈ નહીં.
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વડોદરાથી સુરત સુધીમાં 15 નવા બ્રિજ બનાવવા માટેનું ટેન્ડર બહાર પડાયું હતું. જે હાલમાં રૂ. 950 કરોડમાં એક એજન્સીને અપાયું હોવાનું એનએચએઆઇનાં સૂત્રોએ જણાવ્યું છે.


comments powered by Disqus