જી-20 શિખર પરિષદમાં આવેલા વિવિધ દેશોના 26 મીડિયા પ્રતિનિધિએ દેશના સૌપ્રથમ સોલાર વિલેજ મોઢેરા અંતર્ગત સોલાર પ્લાન્ટ સુજાણપુર બાદ મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી અને સૂર્યમંદિરની બેનમૂન શિલ્પ સ્થાપત્ય કલા રસપૂર્વક નિહાળી હતી. આ પત્રકારોએ 997 વર્ષ જૂના સૂર્યમંદિરને અદ્ભુત ગણાવ્યું હતું.


