શિવઆરાધના-ભક્તિ માટેના પવિત્ર શ્રાવણ મહિનામાં બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ સોમનાથ મહાદેવને અવનવા શૃંગાર કરાય છે. દેશ-વિદેશથી ભક્તો “જય સોમનાથ - હર હર મહાદેવ” ના નાદ સાથે સોમનાથ દાદાનાં દર્શને ઊમટી રહ્યા છે. શ્રાવણના પ્રથમ સોમવારની પૂર્વસંધ્યાએ દાદાને બોરસલ્લીનો અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો, જેનાં દર્શન કરીને ભક્તો ધન્ય બન્યા હતા.


