સુરતઃ તેલંગાણા અને કેરળ જેવાં રાજ્યમાં હીરાનો વ્યવસાય કરતી સુરતની 27 જેટલી હીરા પેઢીનાં બેન્ક એકાઉન્ટ ક્રાઇમબ્રાન્ચ દ્વારા ફ્રિઝ કરી દેવામાં આવતાં કરોડોના વ્યવહાર અટવાયા છે. ત્રાહિત વ્યક્તિ દ્વારા આ રાજ્યમાં સાઇબર ક્રાઇમમાં કરવામાં આવેલી ફરિયાદને પગલે બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કરવામાં આવ્યાં હતાં.
જીજેઈપીસીના ડિરેક્ટર દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, તેલંગાણા અને કેરેલા જેવાં રાજ્યની પોલીસે સુરતના 27 ઉદ્યોગપતિનાં એકાઉન્ટ ફ્રિઝ કરી દીધાં છે. વેપારીઓનાં કરંટ એકાઉન્ટ ફ્રિઝ કરી દેવામાં આવતાં ઉદ્યોગકારોના પગાર, ખર્ચા, ખરીદીના બિલનાં ચુકવણાં પણ સ્થગિત થતાં તેમની મુશ્કેલી વધી છે.


