22 જાન્યુઆરીએ રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાઃ પ્રધાનમંત્રી મોદી થશે સામેલ

Wednesday 25th October 2023 10:22 EDT
 
 

નવી દિલ્હીઃ અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રીરામ મંદિરનો 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ થશે. આ અવસર પર પ્રધાનમંત્રી મોદી પણ હાજરી આપશે. પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ બપોરે 12:30 વાગ્યે થશે. રામજન્મ ભૂમિ તીર્થ ટ્રસ્ટના સભ્યો દ્વારા પ્રધાનમંત્રી મોદીને રૂબરૂ નિમંત્રણ પાઠવ્યું હતું. હાલમાં જ પ્રધાનમંત્રી મોદીએ રામમંદિરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, સદીઓથી આપણે જેની રાહ જોઈ રહ્યા હતા, તે રામમંદિરનું નિર્માણ આપણા સૌની જીતસમાન છે. ભગવાન રામ આવી રહ્યા છે.


comments powered by Disqus