અષ્ટમી પર નગરદેવી મા ભદ્રકાળીના મંદિરે ભક્તોની કતાર લાગી

Wednesday 25th October 2023 06:15 EDT
 
 

શહેરની નગરદેવી મા ભદ્રકાળી મંદિરે અષ્ટમીના દિવસે વહેલી સવારથી ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. નવરાત્રીની અષ્ટમીનાં દર્શનનો અનેરો મહિમા હોવાને પગલે શહેરીજનો તેમજ શહેરની આસપાસ વસવાટ કરતાં લોકો મોટી સંખ્યામાં દર્શન માટે આવી પહોંચ્યા હતા. અષ્ટમીના દિવસે મા ભદ્રકાળી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તોની ભારે ભીડને પગલે મંદિર અને તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. મોડી સાંજે પણ ભદ્રકાળી મંદિરે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.


comments powered by Disqus