આરોપી જયસુખ પટેલની મુક્તિ માટે કોંગ્રેસના ત્રણ નેતા મેદાને

Wednesday 25th October 2023 06:00 EDT
 
 

અમદાવાદઃ મોરબી ઝૂલતા પુલ હોનારતમાં 141 લોકો માર્યા ગયા હતા. આ કેસના આરોપી તેમજ ઉદ્યોગપતિ જયસુખ પટેલને બચાવવા હવે કોંગ્રેસના 3 નેતા મેદાનમાં ઉતર્યા છે. જેમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, લલિત કગથરા અને લલિત વસોયાનો સમાવેશ થાય છે.
પાટણના કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે, સરકાર જયસુખ પટેલને મુક્ત નહીં કરે તો અમે પાટીદાર સમાજની બેઠક બોલાવી એક મહિનામાં ઉગ્ર આંદોલન કરીશું. કેટલાક સમયથી પાટીદાર સમાજના ઉદ્યોગપતિ અને બિલ્ડરો સામે ખોટી તપાસ કરી જેલમાં ધકેલી દેવાય છે.
ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે, કોઈપણ એગ્રિમેન્ટ બને તો તેમાં સહી કરનારી દરેક વ્યક્તિની જવાબદારી હોય છે. બ્રિજની ઘટનામાં જેટલું ઓરેવા ગ્રૂપ જવાબદાર છે, તેટલા જ કલેક્ટર પણ છે. બ્રિજના રિનોવેશન કરારમાં ઓરેવા, મોરબી ક્લેક્ટર અને ચીફ ઓફિસર ત્રણેયની સહી છે. એસઆઇટીની તપાસ પણ અધકચરી છે.
લલિત વસોયાએ કહ્યું કે, અમે પાટીદાર સમાજની દરેક સંસ્થાના વડીલો સાથે ચર્ચા કરી મોરબી કે રાજકોટમાં સરકારની નીતિ સામે આંદોલન કરીશું.


comments powered by Disqus