હિંમતનગરઃ સાબરકાંઠાના પરિવારને હરિયાણાના બહાદુરગઢમાં અકસ્માત નડ્યો છે. કે.એમ.પી. એક્સપ્રેસ હાઇવે પર ટ્રક અને પેસેન્જર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇડરના વણઝારા પરિવારની 2 વ્યક્તિનાં મોત થયાં છે.
હરિયાણાના બહાદુરગઢમાં સર્જાયેલા અકસ્માતમાં સાસુ અને વહુનું ઘટનાસ્થળે જ મોત થયું છે, તેમજ અકસ્માતમાં 10 વ્યક્તિને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવારઅર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
અસ્થિવિસર્જન માટે હરિદ્વાર જતા હતા
પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠાનો પરિવાર અસ્થિવિસર્જન માટે હરિદ્વાર જતો હતો, તે દરમિયાન હરિયાણાના બહાદુરગઢ નજીક અકસ્માત નડ્યો હતો. જો કે આ ઘટનાના પગલે પરિવારજનો પર આફતનાં વાદળો ઘેરાયાં છે. આ બનાવ કેએમપી એક્સપ્રેસ હાઇવે પર સર્જાયો હતો. ટ્રક સાથે ક્રૂઝર ગાડી અથડાતાં અકસ્માત સર્જાયો હતો.