અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મિનલ -2 પર હવે પેસેન્જરો માટે નવા 4 ઇમિગ્રેશન કાઉન્ટર શરૂ કરાયાં છે, જેના કારણે પેસેન્જરને લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડશે નહીં. તેમજ વ્હીલચેર પેસેન્જરો માટે અલગથી ઇમિગ્રેશન કાઉન્ટરની સુવિધા ઊભી કરાઈ છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રતિદિન 17 જેટલી ઇન્ટરનેશનલ એરલાઇન્સ વિદેશના જુદાજુદા 14 રૂટ પર 2500થી વધારે પેસેન્જરો જાય છે. અત્યાર સુધી ડિપાર્ચરમાં ઇમિગ્રેશનના 6 કાઉન્ટરની સુવિધા હતી. ઘણી વખત મોડી રાતે એકસાથે ઇન્ટરનેશનલ ફલાઇટ્સના ડિપાર્ચરથી પેસેન્જરોને લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું, જેથી હવે નવાં ચાર કાઉન્ટરનો વધારો કરતાં સંખ્યા 10 પર પહોંચી છે.


