કેન્દ્ર સરકારે વિવિધ ખેતપેદાશોના ટેકાના ભાવ વધાર્યા

Wednesday 25th October 2023 06:10 EDT
 
 

નવી દિલ્હીઃ ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ 2023-24માં રવી પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે માટે ટેકાના ભાવમાં ગતવર્ષની સરખામણીએ સરેરાશ 2થી 7 ટકાનો વધારો કરાયો છે, જ્યારે રાજ્યના મુખ્ય પાક ઘઉંમાં રૂ. 150 પ્રતિ ક્વિન્ટલ, ચણામાં રૂ. 105 પ્રતિ ક્વિન્ટલ, રાયડામાં રૂ. 200 પ્રતિક્વિન્ટલ વધારો કરાયો છે.
વર્ષ 2023-24માં ટેકાના ભાવની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ ઘઉં રૂ. 2275 પ્રતિ ક્વિન્ટલ, જવ માટે રૂ. 1850 પ્રતિ ક્વિન્ટલ, ચણા રૂ. 5440 પ્રતિ ક્વિન્ટલ, મસૂર માટે રૂ. 6425 પ્રતિ ક્વિન્ટલ, રાયડા રૂ. 5650 પ્રતિ ક્વિન્ટલ અને કસુંબી માટે રૂ. 5800 પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરવામાં આવ્યો છે.


comments powered by Disqus