ગુજરાતમાં અબજો રૂપિયાની 500 બેનામી મિલકતો

Wednesday 25th October 2023 06:18 EDT
 
 

અમદાવાદઃ બેનામી પ્રોપર્ટી શોધવા માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યા બાદ ગુજરાતના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પાંચ સિનિયર અધિકારીઓની ટીમની રચના કરાઈ હતી. આ અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું કે, નોટબંધી સમયે કરોડો રૂપિયાનાં કાળાં નાણાંથી જુદીજુદી પ્રોપર્ટી, જમીનોમાં મળતિયાના નામે રોકાણ કરવામાં આવ્યું હતું. આ અધિકારીઓએ ગુજરાતમાંથી અબજો રૂપિયાની 500થી વધુ બેનામી મિલકતો શોધી કાઢી છે. આગામી દિવસોમાં તેને ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરાશે.
જે રીતે નોટબંધી બાદ રોકડમાં વ્યવહારો થવા લાગ્યા અને કરોડોની પ્રોપર્ટી, જમીનો અને કન્સ્ટ્રક્શન સાઇટ્સ ખરીદાવા લાગી અને હવાલા પડવા લાગ્યા તે જોતાં સરકાર અને સીબીડીટી દ્વારા બેનામી પ્રોપર્ટી એક્ટનો અમલ કરવાની વ્યવસ્થા ગોઠવાઈ હતી. નોટબંધી બાદ અમદાવાદ સહિત દેશભરના મોટા બિલ્ડર્સ દ્વારા કરોડો રૂપિયાનું કાળું નાણું જુદીજુદી પ્રોપર્ટી, જમીનોમાં રોકવામાં આવ્યું હતું. પોતાના મળતિયા સાગરીતો અને સ્વજનોના નામે કરોડો રૂપિયાની પ્રોપર્ટી ખરીદાઈ હતી. આ વિગતો ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓના ધ્યાને આવી છે.


comments powered by Disqus