પ્રધાનમંત્રી મોદીની દેશવાસીઓને રેપિડ-એક્સ ટ્રેનની ભેટ

Wednesday 25th October 2023 07:07 EDT
 
 

20 ઓક્ટોબરે દેશને તેની પ્રથમ રેપિડ-એક્સ ટ્રેન મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સવારે 11.15 વાગ્યે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસ કોરિડોરના 17 કિ.મી.  પ્રથમ ભાગનું ઉદ્ઘાટન કરતાં ટ્રેનને લીલીઝંડી આપી હતી, જેને 'નમો ભારત' નામ અપાયું છે. રેપિડ-એક્સ મેટ્રોની જેમ સંપૂર્ણપણે એરકન્ડિશન્ડ હશે. તેને સુરક્ષિત અને આરામદાયક બનાવવા તેમાં ઘણી સુવિધાઓ હશે. રેપિડ-એક્સ ટ્રેનનું ભાડું માત્ર રૂ. 20 થી રૂ. 100 સુધીનું હશે. 


comments powered by Disqus