પ્રેમપ્રકરણમાં 11 વર્ષના બાળકે 12 વર્ષના બાળકને ચાકુના ઘા માર્યા

Wednesday 25th October 2023 07:00 EDT
 
 

સુરતઃ તુને મેરી ગર્લફ્રેન્ડ કો નામ ક્યું પૂછા, તુ ક્યું ઉનસે બાત કરતા હૈ એમ કહીને પાંડેસરામાં માત્ર 11 વર્ષના બાળકે 12 વર્ષના બાળક પર ચાકુના 13 ઘા મારી જીવલેણ હુમલો કરી દીધો હતો. લોહીલુહાણ હાલતમાં તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
પાંડેસરાની સોસાયટીમાં રહેતો 12 વર્ષનો બાળક મંગળવારે રાત્રે કચરો નાખવા ઘરેથી સોસાયટી નજીક ગયો હતો. દરમિયાન 11 વર્ષના બાળકે આવી ‘તુને મેરી ગર્લફ્રેન્ડ કો નામ ક્યું પૂછા, ઉનસે બાત ક્યું કરતા હૈ’ એમ કહી તેના ૫૨ જીવલેણ હુમલો કર્યો હતો.
આ બાળકની પૂછપરછમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે, ‘પાંડેસરા વિસ્તારમાં ચપ્પુ મારને કી ઘટના મુઝે પતા હૈ, મૈને હી ઉસકો ચાકુ માર દિયા.


comments powered by Disqus