મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ચૂંટણી સમયે ગુજરાતના 6 જિલ્લા ડ્રાય જાહેર

Wednesday 25th October 2023 06:03 EDT
 
 

અમદાવાદઃ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં નવેમ્બરના ત્રીજા અઠવાડિયામાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે, ત્યારે 48 કલાક પહેલાં બંને રાજ્યમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ લદાયો છે. જ્યારે આ બંને રાજ્યને અડીને આવેલા બનાસકાંઠા, મહિસાગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લાને પણ આ સમય દરમિયાન ડ્રાય જાહેર કરવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશમાં 17 નબેમ્બરે અને રાજસ્થાનમાં 25 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાશે, જેની 3 ડિસેમ્બરે મતગણતરી થવાની છે. આ બંને રાજ્ય ગુજરાતને અડીને આવેલા હોવાથી આદેશ અપાયો હતો.


comments powered by Disqus