માણસામાં લાઈબ્રેરી ન હોત તો હું વેપારી હોતઃ અમિત શાહ

Wednesday 25th October 2023 06:05 EDT
 
 

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે પોતાના વતન માણસાના સમૌ ગામમાં શહીદ સ્મારક અને અદ્યતન લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, “જો મારા વતન માણસામાં લાઇબ્રેરી ન હોત તો હું આજે દેશનો ગૃહમંત્રી ન હોત, પરંતુ એક સામાન્ય વેપારી બનીને રહી ગયો હોત.’ દરેક વ્યક્તિના જીવન ઘડતરમાં પુસ્તકોનું મહત્ત્વ શું છે તે વર્ણવતાં અમિત શાહે આ શબ્દો કહ્યા હતા. તેમણે શિક્ષકોને પણ અપીલ કરી હતી કે, બાળકોને લાઇબ્રેરી લઈ જવાં જોઈએ.


comments powered by Disqus