મોરબીઃ શનાળા બાયપાસ નજીક ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે 20 ઓક્ટોબરે જિલ્લા ભાજપ કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે સી.આર. પાટીલે મચ્છુ ડેમ હોનારતને યાદ કરી સ્થાનિકોની ખુમારીને બિરદાવી, તેમજ આગામી લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠક પર ભાજપની જીતનો દાવો કર્યો હતો.
કાર્યક્રમમાં પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા, સાંસદ મોહન કુંડારિયા, વિનોદ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા ઉપસ્થિત રહ્યા હતા.


