રજતજયંતી મહોત્સવે ડિસેમ્બરમાં ભુજ લેઉવા પટેલ સમાજના પૂર્વ છાત્ર-છાત્રાઓનું વૈશ્વિક મિલન

Wednesday 25th October 2023 06:30 EDT
 
 

લંડનઃ ભુજ સ્થિત કચ્છી લેઉવા પટેલ સમાજના સરદાર પટેલ વિદ્યાસંકુલને સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થતાં 29, 30, 31 ડિસેમ્બરના રોજ મહોત્સવની જાહેરાત કરવામાં આવી છે. સાથે ટપકેશ્વરી રોડ ખાતે સર્જિત કન્યા રતનધામ, સૂરજ શિક્ષણધામનું ઉદઘાટન કરવામાં આવશે.
સરદાર પટેલ વિદ્યાસંકુલમાં માતુશ્રી આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય, કચ્છી લેઉવા પટેલ કુમાર વિદ્યાધામમાં કુંવરબહેન કરશન હાલાઈ કુમાર વિદ્યાધામ, લક્ષ્મણભાઈ ભીમજી રાઘવાણી કન્સ્ટ્રક્શન કંપની કુમાર વિંગ, વાલજીભાઈ રુડા પિંડોળિયા રમત-ગમત સંકુલ, ધનબાઈ પ્રેમજી ગાંગજી ભુડિયા કોમ્યુનિટી હોલને 25 વર્ષ પૂર્ણ થતાં ઉત્સવ છે, જ્યારે સમાજના આધારસ્તંભ દાનવીર ગામ ફોટડી અને હાલ મોમ્બાસાના ઉદ્યોગપતિ હસુભાઈ કાનજી ભુડિયા પરિવાર દ્વારા ભુજ-ટપકેશ્વરી માર્ગે કચ્છી લેઉવા પટેલ કન્યા વિદ્યામંદિર, પ્રાથમિક કન્યાશાળા, નર્સિંગ કોલેજ, જ્ઞાનવેલી એકેડેમી, કન્યા સંસ્કારધામ, ઓડિટોરિયમ, ભોજનાલય, પ્રાર્થના ભવન સહિત સંપૂર્ણ નૂતન સંકુલનું ઉદઘાટન થનારું છે. મુખ્ય કાર્યક્રમ 29, 30, 31 ડિસેમ્બરે યોજાશે, જેમાં વડીલ વંદના, મહિલા, યુવા, દાતા, શિક્ષણ સત્રો યોજાશે. પીંડોરિયા બિપીન (યુગાન્ડા) +25675 2771727, રાબડિયા વિશાલ (ઝામ્બિયા) 0026097 501224નો સંપર્ક કરી શકાશે. તે સિવાય દેશથી પણ પ્રતિનિધિઓ જોડાશે.


comments powered by Disqus