અમદાવાદઃ અમેરિકા ફરવા ગયેલા મહેસાણાના 9 ગુજરાતી ડોમેનિકાથી ગુમ થયા બાદ તેમની ભાળ ન મળતાં પરિવારજનો દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
આ મામલે કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયે શુક્રવારે હાઇકોર્ટમાં સોંગદનામું કરીને એવી રજૂઆત કરી છે કે, વિદેશ મંત્રાલયે ગુમ થયેલા લોકોને શોધવા કેરેબિયન રિજિયનમાં તમામ પ્રયાસો કર્યા છે, પરંતુ હજુ સુધી તેમનો સંપર્ક થયો નથી. પેરિસ અને કેરેબિયનના ભારતીય દૂતાવાસે તેનો કોઈ જવાબ આપ્યો નથી.
વિદેશ મંત્રાલયની રજૂઆત સાંભળીને ખંડપીઠે ઉધડો લેતાં કહ્યું કે, ‘ભારતીય દૂતાવાસ તમને જ જવાબ નથી આપતા? આ કોઈ મજાક છે? આ અંગે વધુ સુનાવણી 29 નવેમ્બરે હાથ ધરવામાં આવશે.


