વિધવા મહિલાની સિદ્ધિઃ પ્લાસ્ટિક વેસ્ટથી રૂ. 15 લાખનો વેપાર

Wednesday 25th October 2023 06:44 EDT
 
 

ભુજઃ ભુજના અવધનગરમાં રહેતાં 50 વર્ષીય વિધવા રાજીબહેન વણકર પ્લાસ્ટિકના કચરાને પ્રોસેસ કરીને તેમાંથી શોપિંગ બેગ, પર્સ, મોબાઇલ કવર, ટ્રે, યોગા મેટ, ફાઇલ, ચશ્માં કવર સહિતની ટ્રેન્ડી ચીજો બનાવે છે, જેનાથી તેઓ રૂ. 15 લાખ સુધીનો વાર્ષિક વેપાર કરે છે. આ બિઝનેસમાં તેઓ અન્ય 50 બહેનોને પણ રોજગાર આપી રહ્યાં છે.
રાજીબહેન 13 વર્ષના હતાં, ત્યારે તેમના પિતાની બીમારી જોઈને તેમણે વણાટ કામગીરી શીખવાનું નક્કી કર્યું. લગ્ન બાદ ગણતરીનાં વર્ષોમાં પતિનું અવસાન થઈ જતાં વણાટ કામગીરીથી રોજગારી મેળવવાનું શરૂ કર્યું. કચ્છની ખમીર સંસ્થામાં તેઓ જોડાયાં અને ત્યાં કામગીરી શીખ્યાં.
પ્લાસ્ટિક રિસાઇકલિંગની તાલીમ મેળવ્યા પછી 2018માં તેમને ગામડાઓને પ્લાસ્ટિકના કચરાથી મુક્ત કરવાનો ઉપાય દેખાયો હતો. આ કામના ચાર તબક્કામાં પ્રથમ તબક્કો પ્લાસ્ટિક એકત્ર કરવાનો અને ત્યારબાદ સફાઈ, સુકવણી અને તેની પટ્ટીઓ બનાવાય છે. રાજીબેન સાથે કામ કરતી મહિલાઓ મહિને 6 હજાર જેટલી કમાણી કરી લે છે. તેમનું ઉત્પાદન ઓનલાઇન પણ ઉપલબ્ધ છે અને દિલ્હી, મુંબઈ અને બેંગલુરુથી લઈને લંડન સુધી પહોંચે છે.


comments powered by Disqus