ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન રઘુવર દાસ ઓડિશા અને ભાજપ નેતા ઈન્દ્રસેના રેડ્ડી નલ્લુની ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરાઈ છે.
• ‘આધાર’ આથમશે, ડેટાનો દુરુપયોગ અટકશેઃ ઓળખનું પ્રમાણ આધારકાર્ડ નિષ્ક્રિય કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. તેનાથી મૃતકના ડેટાનો દુરુપયોગ નહીં થઈ શકે.
• રૂ. 175 કરોડનું રાઇસ મિલિંગ સ્કેમઃ ઈડીના દાવા પ્રમાણે છત્તીસગઢમાં રૂ. 175 કરોડનું રાઇસ મિલિંગ સ્કેમ ઝડપી પાડ્યું છે. અને જવાબદારોને ઝડપી લીધા છે.
• નકલી બર્થ સર્ટિ કેસમાં આઝમના પરિવારને સજાઃ નકલી જન્મ પ્રમાણપત્ર કેસમાં આઝમ ખાન, પત્ની તન્ઝીન ફાતિમા અને અબ્દુલ્લાને 7 વર્ષની જેલની સજા ફટકારાઈ છે.
• મદરેસાઓના વિદેશી ફન્ડિંગની તપાસ થશેઃ મદરેસાઓને વિદેશથી ફંડ મળતું હોવાના અહેવાલો આવ્યા બાદ ઉત્તરપ્રદેશ સરકારે તેની તપાસ માટે એસઆઇટીનું ગઠન કર્યું છે.
• હિજાબની છૂટ આપતાં વિવાદની શક્યતાઃ કર્ણાટક સરકારે વિદ્યાર્થિનીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં હિજાબની છૂટ આપી છે, જેથી હિન્દુ સંગઠનો સરકારના આ નિર્ણયનો વિરોધ કરવા લાગ્યા છે. રાજ્ય સરકારે કહ્યું, લોકો પસંદગીનો પોષાક પહેરવા માટે સ્વતંત્ર છે.
• એકનાથ ખડસે, પુત્રવધૂને રૂ. 137 કરોડની પેનલ્ટીઃ એનસીપીના સભ્ય એકનાથ ખડસે અને પુત્રવધૂ રક્ષા ખડસેને મામલતદારે નોટિસ ફટકારીને રૂ. 137 કરોડની પેનલ્ટી ફટકારી છે.
• ઇમરાનખાન સામે આરોપો ઘડાયાઃ પાક.ની એક અદાલતે ગોપનીયતાના કાયદાનું ઉલ્લંઘન સંબંધી સાઇફર કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાન પર આરોપ ઘડ્યા છે.
• 20 હજાર મુસ્લિમ કટ્ટરપંથીને ફ્રાન્સ દેશનિકાલ આપી શકેઃ ફ્રાન્સે આતંકવાદને ડામવા પગલાં લેવાનું શરૂ કર્યું છે. 20 હજારથી વધુ આશ્રિત મુસ્લિમ કટ્ટરપંથીને હાંકી કાઢવા ફ્રાન્સ સરકારે એક યાદી બનાવી છે.
• ઉઈઘુર મુસ્લિમો પર અત્યાચાર મુદ્દે 51 દેશોએ ચીનને ઘેર્યુંઃ ચીનમાં ઉઈઘુર મુસ્લિમો પર અત્યાચારના મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં 51 દેશોએ ચીન વિરુદ્ધ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે. ચીન વિરુદ્ધ અવાજ ઉઠાવનારા મોટાભાગના દેશો યુરોપના છે.


