સોમનાથને મા પાર્વતીનું સાંનિધ્ય મળશે

Wednesday 25th October 2023 06:29 EDT
 

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે લોકો મહાદેવનાં દર્શન માટે ભારે ભીડ લગાવે છે, ત્યારે હવે અહીં એક વધુ દર્શનીય સ્થળનો ઉમેરો થવા જઈ રહ્યો છે. સોમનાથ મંદિર પરિસર ખાતે હવે મા પાર્વતીનું મંદિર પણ આકાર લઈ રહ્યું છે. 60 પિલ્લર પર ઊભા થનારા આ મંદિરનું કાર્ય વર્ષ 2024માં પૂર્ણ કરી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ સોમનાથ ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ સ્વ. કેશુભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પાર્વતીજીના મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મંદિર રૂ. 21 કરોડના ખર્ચે તૈયાર થશે અને તે ખર્ચ સુરતના હીરાવેપારી ભીખુભાઈ ધામલિયા દ્વારા આપવામાં આવશે.


comments powered by Disqus