કાચી કેરીનો હલવો

Wednesday 31st May 2017 08:14 EDT
 
 

સામગ્રીઃ ૧ કાચી કેરી છીણેલી • રવો ૩/૪ કપ • ખાંડ ૩/૪ કપ • ઘી ૧/૨ કપ • કાજુ (ઘીમાં ફ્રાય કરેલા) ૮થી ૧૦ • ઈલાયચી પાવડર ૧/૨ ચમચી

રીતઃ પેનમાં થોડીક ખાંડ નાખીને ગરમ કરો. તરત પાણી નાખો. જ્યારે ચાસણી તૈયાર થઈ જાય ત્યારે તેમાં છીણેલી કેરી મિક્સ કરો. હવે ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી એ પાણી બળીને અડધું ન રહી જાય. હવે તેમાં શેકેલો રવો, ઈલાયચી પાવડર, ઘી નાંખીને ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી એ મિશ્રણ ઘટ્ટ ન થઈ જાય. આ મિશ્રણને ઘી લગાવેલી પ્લેટમાં કાઢો. ઠંડુ થવા દો. તૈયાર છે કાચી કેરીનો હલવો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter