ઘઉંના ફાડાની ખીચડી

Wednesday 14th December 2016 02:35 EST
 
 

સામગ્રીઃ ઘઉંના ફાડા - ૨૦૦ ગ્રામ • મગની દાળ - ૩૦૦ ગ્રામ • ઘી - ૫૦ ગ્રામ • આદું-મરચાંની પેસ્ટ સ્વાદ અનુસાર • તજ - એક નાનો ટુકડો • લવિંગ - ચાર નંગ • હળદર - અડધી ચમચી • મીઠું - સ્વાદ અનુસાર

રીતઃ મગની દાળ પાણીમાં અડધો કલાક પલાળી રાખો. ઘઉંના ફાડાને પણ પલાળી રાખો. એક પેનમાં ઘી નાંખીને ગરમ કરો. તેમાં તજ, લવિંગનો વઘાર કરો. ઘઉંના ફાડા વઘારીને શેકી લો. આ પછી એમાં મગની દાળ ઉમેરીને શેકો. હવે તેમાં ખીચડી ચડે તેટલું જરૂર પૂરતું પાણી નાંખો. આ પછી એમાં વાટેલાં આદુ-મરચાં, મીઠું, હળદર નાંખીને હલાવો અને ધીમા તાપે મૂકી રાખો. ખીચડી ચડી જાય ત્યારે નીચે ઉતારી લો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter