પાન ગુલકંદ શેક

Saturday 24th June 2017 10:22 EDT
 
 

સામગ્રીઃ ઠંડુ દૂધ ૧ લીટર • વેનિલા આઇસક્રીમ ૨ કપ • ગુલકંદ ૪ ટેબલસ્પૂન • નાગરવેલનાં પાન ૨ નંગ • કતરેલી બદામ ૧ ટેબલસ્પૂન • ઇલાયચી પાઉડર ૧ ટીસ્પૂન • ખાંડ સ્વાદનુસાર

રીતઃ પાનના ડીંટા કાઢી તેને ઠંડા પાણીથી બરાબર સ્વચ્છ કરી લો. બ્લેન્ડરમાં પાન, ગુલકંદ, બદામ અને થોડુંક દૂધ નાંખીને બ્લેન્ડ કરી લો. હવે તેમાં બાકી વધેલું દૂધ, વેનિલા આઇસક્રીમ, ઇલાયચી પાઉડર અને ખાંડ નાંખીને સારી પેઠે મિક્સ કરો. પાન ગુલકંદ શેક તૈયાર છે. લાંબા ગ્લાસમાં ભરીને એકદમ ઠંડો સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter