મહારાષ્ટ્રીયન દાળ

Friday 17th March 2017 04:55 EDT
 
 

સામગ્રીઃ તુવેરની બાફેલી દાળ ૨ કપ • સમારેલી ડુંગળી ૧ નંગ • સમારેલા ટમેટાં ૧ નંગ • લસણ ૩-૪ કળી • તેલ ૩ ચમચા • રાઈ વઘાર માટે • જીરું અડધી ચમચી • હીંગ ચપટી • લીમડો ૫-૬ પાન • મીઠું સ્વાદમુજબ • હળદર પા ચમચી • લીલાં મરચાં ત્રણ નંગ • સમારેલી કોથમીર જરૂર મુજબ

રીતઃ સૌથી પહેલાં તુવેરની દાળને ધોઈ લો અને કુકરમાં ત્રણ સીટી થાય ત્યાં સુધી બાફી લો. તેમાં હળદર અને મીઠું પણ ભેળવો. હવે એક તપેલીમાં થોડું તેલ ગરમ કરો. તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડો, લસણની પેસ્ટનો વઘાર કરો અને બદામી રંગ થાય ત્યાં સુધી સાંતળો. તે પછી તેમાં ડુંગળી નાખીને બદામી રંગની સાંતળો. સમારેલાં લીલા મરચાં અને ટમેટાં નાખીને બે મિનિટ હલાવો. છેલ્લે બાફેલી દાળને તપેલીમાં નાખીને મિક્સ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter