આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: પાકી કેરીનો પલ્પ - 1 કપ • મોળું દહીં - 1 કપ • ખાંડ - 1 ચમચી • કાજુ - 4થી 5 નંગ • આઈસ ક્યુબ - જરૂર મુજબ
(સજાવટ માટે) • પાકી કેરીનો પલ્પ - 1 ચમચી • મેંગો આઇસ્ક્રીમ - 1 સ્કૂપ • ડ્રાયફ્રુટ કતરણ
રીત: મિક્સર જારમાં પાકી કેરીનો પલ્પ, દહીં, ખાંડ, કાજુ અને આઈસ કયુબ ઉમેરી ક્રશ કરી લો. હેન્ડ બીટરનો ઉપયોગ ન કરશો, તેનાથી લસ્સી પાતળી બનશે. ક્રશ કરતી વખતે જ આઈસ ક્યુબ અને કાજુ ઉમેરવા જેથી ઘટ્ટ અને ક્રીમી લસ્સી તૈયાર થશે. તૈયાર લસ્સીને સર્વિંગ ગ્લાસમાં રેડી ઉપર કેરીનો પલ્પ રેડો. હવે મેંગો આઈસ્ક્રીમનો સ્કૂપ મૂકી ડ્રાયફ્રુટ કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો.


