વોટરમેલન લેમનેડ

Wednesday 31st May 2017 05:40 EDT
 
 

સામગ્રીઃ સમારેલું તરબૂચ ૩ કપ • મધ ૩ ચમચા • લીંબુનો રસ ૫ ચમચા • સિંધાલૂણ પા ચમચી • ચાટ મસાલો અડધી ચમચી • ઠંડુ પાણી ૩ કપ • ફૂદીનાના પાંચ-સાત પાન સમારેલાં • શેકેલું જીરું - સ્વાદ અનુસાર

રીતઃ તરબૂચને સમારીને તેના ટુકડામાંથી બીયાં કાઢી લો. મિક્સરમાં નાખો અને તેમાં મધ, લીંબુનો રસ, સિંધાલૂણ અને ઠંડું પાણી ઉમેરો. બધું એકરસ થઇ જાય તે રીતે બ્લેન્ડ કરી લો. ચિલ્ડ વોટરમેલન લેમનેડને ગ્લાસમાં ભરીને તેમાં સમારેલો ફૂદીનો, ચાટ મસાલો અને શેકેલા જીરાંનો પાઉડર ભભરાવો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter