કુછ કુછ હોનેવાલા હૈ ઓટીટી કી દુનિયા મેં...

Monday 28th March 2022 05:42 EDT
 
 

શાહરુખ ખાન પોતાનું હોમ પ્રોડકશન હાઉસ તો ધરાવે છે, પરંતુ હવે તે ઓટીટી દુનિયામાં પણ બિઝનેસ કરવા તૈયાર છે. મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં તે પોતાનું સામ્રાજ્ય વધારી રહ્યો છે. શાહરુખે સોશ્યલ મીડિયા પર પોતાના નવા ઓટીટી પ્લેટફોર્મની ઘોષણા કરી છે, જેનું નામ એસઆરકે પ્લસ હશે. શાહરુખે પોતાની તસવીર અને નવા પ્લેટફોર્મના લોગો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, કુછ કુછ હોનેવાલા હૈ ઓટીટી કી દુનિયા મેં...
કિંગ ખાન રૂપેરી પડદાની સાથેસાથે ઓટીટી પ્લેટફોર્મ માટે પણ ફિલ્મ બનાવશે. આમ પણ શાહરુખની કમબેક ફિલ્મોની સાથેસાથે તેની વેબસીરિઝનો પણ ઉલ્લેખ થતો હતો. લોકોને એવી આશા છે કે, શાહરુખ પોતાના જ ઓટીટી પ્લેટફોર્મથી ડિજિટલ ડેબ્યુ કરશે. શાહરુખનું આ પ્લેટફોર્મ નેટફિલકસ, એમેઝોન પ્રાઇમ, ડિઝની પ્લસ હોટસ્ટાર અને ઝી-5 જેવા પ્લેટફોર્મની માફક ઓટીટી કન્ટેન્ટ દેખાડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter