તમારામાંથી કેટલાયે ‘ડોક્ટ્રિન ઓફ ડિસ્ક્વરી-Doctrine of Discovery’ વિશે સાંભળ્યું છે? વધુ ધૃષ્ટ થયા વિના હું માની લઈશ કે આનો ઉત્તર ઘણા થોડા હશે. વાસ્તવમાં, આશ્ચર્યજનક રીતે ક્રિશ્ચિયનો દ્વારા આચરાયેલા જેનોસાઈડ અને એથનોસાઈડ (જનસંહાર અને વંશસંહાર)ની આ પરિકલ્પના સદીઓ સુધી જાહેર કરાયા વિનાની જ રહી છે. તેને હેડલાઈન્સથી દૂર રાખવા અને ઈતિહાસથી પણ છુપાવી રાખવાનું મોટું ષડયંત્ર છે. માનવતા પરના આ ઘૃણાસ્પદ શાપના સત્યને બહાર આવતું અટકાવવાના તમામ પ્રયાસો કરાયા છે. સામાન્ય ક્રિશ્ચિયનને તો આનો જરા પણ ખ્યાલ નથી કે સમગ્ર વિશ્વના કરોડો લોકો પર તેની અસરો વિશેની જાણ પણ નથી.
આથી હું તમને તેના આધાર અને શા માટે મારા મતાનુસાર ઘણી સદીઓ સુધી લાખો લોકોના જેનોસાઈડ અને એથનોસાઈડ માટે ક્રિશ્ચિયનો જવાબદાર છે તે સમજાવીશ. આ વાંચવાનું અને ખાસ તો તમારામાંથી જેઓ માનવતા વિરુદ્ધના આ અપરાધોના ષડયંત્રકારીઓને સંતુષ્ટ રાખવા ઈચ્છે છે તેમના માટે ભારે કષ્ટદાયક બની રહેશે.
આ ‘ડોક્ટ્રિન ઓફ ડિસ્ક્વરી’ સૌપહેલા 1452માં તત્કાલીન પોપ દ્વારા પેપલ ‘બુલ્સ’ કે આદેશોમાંના એક તરીકે લખાણમાં (જોકે, તેનાથી સદીઓ પહેલા આ અનૈતિક વિચારપ્રક્રિયા ચાલી આવી હતી) મૂકાયા હતા. સંક્ષિપ્તમાં કહીએ તો આ ડોક્ટ્રિન કે સિદ્ધાંતને સ્પેન અને પોર્ટુગલ જેવાં વસાહતી દેશો (જોકે, તેની અસર અને પ્રભાવ ઘણા વ્યાપક હતા અને અન્ય ઘણા યુરોપિયન/ક્રિશ્ચિયન દેશો આ જ સિદ્ધાંતને અનુસર્યા હતા.)માં જમીનો હડપવા અને ક્રિશ્ચિયન ન હોય તેવા લોકોને પરાધીન બનાવવા માટે કાયદેસર બનાવાયો હતો. આ હકીકત છે, તમે જોઈ શકો છો કે તેમની માન્યતા મુજબ જે ક્રિશ્ચિયન ન હોય તેવા કોઈ પણ લોકો માનવી ગણાવવાને લાયક ન હતા.
‘ડોક્ટ્રિન ઓફ ડિસ્ક્વરી’એ ક્રિશ્ચિયન શોધખોળકારોને ક્રિશ્ચિયનો વસેલા ન હોય તેવી જમીનો પર તેમના રાજા અથવા રાણીના નામે દાવાઓ કરવાનું ફ્રેમવર્ક પુરું પાડ્યું હતું. જો આ જમીનો પર ક્રિશ્ચિયનોનો વસવાટ ન હોય તેવી ખાલી જમીનોને ‘શોધી કઢાયેલી’ કહેવાતી અને તેના પર રાજસત્તાના ‘સાર્વભૌમત્વ’નો દાવો કરાતો હતો.
લેટિન ભાષામાં ‘ટેરા ન્યુલિઅસ - Terra nullius ’ શબ્દપ્રયોગ છે જેનો અર્થ ‘કોઈની જમીન નહિ’ થાય છે. અર્થાત, જો ક્રિશ્ચિયન આ પૃથ્વી ગ્રહની કોઈ પણ સ્થળે, કોઈ જમીન પર પગલું મૂકે અને તેમના માનવા અનુસાર તે જમીન ‘ટેરા ન્યુલિઅસ’ હોય તો ‘ડોક્ટ્રિન ઓફ ડિસ્ક્વરી’ થકી તેમને પ્રાપ્ત થયેલી સત્તાથી તેઓ આ બધી જ જમીનો પર પોતાનો દાવો કરી શકે છે. આના કેટલાક ઉદાહરણ તમને આપું તો, અમેરિકા, કેનેડા, સાઉથ અમેરિકા, આફ્રિકા, ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ અને આવા અનેક વિસ્તારો છે. હવે તમે મુદ્દો સમજી ગયા હશો.
જો તમને હજુ પણ ઉપરોક્ત સંદર્ભે સચ્ચાઈમાં શક જણાતો હોય તો, 1455માં પોપ નિકોલસ પાંચમા દ્વારા પોર્ટુગલના કિંગ આફોન્સો પાંચમાને પાઠવાયેલા ધર્માદેશ- રોમાનિસ પોન્ટિફેક્સ પર નજર કરોઃ
‘તમામ સેરસન્સ (આરબો કે મુસલમાન) અને કોઈ પણ પેગન્સ (ધર્મવિહોણા મૂર્તિપૂજ્કો), તેમજ કોઈ પણ સ્થળે ક્રાઈસ્ટના શત્રુઓ, અને રાજ્યો, ડ્યૂક્સની ઠકરાતો, રિયાસતો, સ્વતંત્ર પ્રદેશો, સંપત્તિ-માલમિલકતો તેમજ તેમના કબજા હેઠળની તમામ જંગમ અને સ્થાવર મિલકતો, માલસામાન પર આક્રમણ, શોધખોળ કરવી, કબજે લેવા, પરાસ્ત કરવા અને કચડી નાખવા અને તેમના લોકોને કાયમીપણે ગુલામ બનાવી દેવા’
તાજેતરમાં જ પરમેનન્ટ ફોરમ (યુએન) એ પણ નોંધ લેવી પડી હતી કે આધિપત્ય અને વિજયના ફ્રેમવર્ક્સને જમીનો પર કબજો જમાવવાની સત્તા તરીકે આગળ વધારાઈ તેની સાથે તેમણે, મૂળનિવાસી લોકો ‘ ઘાતકી, જંગલી, હલકી કક્ષાના અને અસભ્ય’ હોવાં જેવી નિંદનીય ધારણાઓને પ્રોત્સાહન આપ્યું અને કોલોનાઈઝર્સે જમીનો, વિસ્તારો અને તેના મૂળનિવાસી લોકોને પરાધીન બનાવવા, વર્ચસ્વ સ્થાપવા અને શોષણને વાજબી ઠરાવવા માટે તેનો ઉપયોગ કર્યો હતો.
શોષણ અને ગુલામીકરણની આમૂલ નીતિના પરિણામે સમગ્ર સંસ્કૃતિઓ અને સભ્યતાઓનો સમૂળો નાશ કરાયો, અથવા લગભગ નષ્ટ થઈ અથવા પ્રદૂષિત થઈ. પોતાના ક્રિશ્ચિયન ઉત્સાહ-આવેશ સાથે શ્વેત પુરુષો (અને સ્ત્રીઓ)એ વ્યવસ્થિતપણે સંસ્કૃતિઓ અને તેના લોકોનો નાશ અર્થાત ઈથનોસાઈડ-વંશસંહાર કર્યો. અને જ્યાં વંશસંહાર મુશ્કેલ જણાયો ત્યાં તેમણે જનસંહાર અથવા પરાધીનતાના વિકલ્પોની પસંદગી કરી. આ બધું જ તેમના એક ગોડના નામે જ થયું.
આમ આશ્ચર્યકારક તો એ છે કે આમાંથી ઘણા દેશો એવો દાવો કરે છે કે આખરે તેઓ આમાંથી મુક્ત-આઝાદ થઈ ગયા છે ત્યાં પણ લાખો મૂળનિવાસી લોકોએ તેમના અત્યાચારીઓના ધર્મને અપનાવી લીધો છે. સદીઓથી તેમના પર આચરાયેલી દુષ્ટતાના કારણે તેમની બ્લડલાઈન એટલી દુષિત થઈ ગઈ છે કે આજે પણ તેમની તથાકથિત આઝાદીમાં અત્યાચારીઓની પરંપરાઓને તેઓ ચાલુ રાખે છે. તેમના માટે વંશસંહાર સંપૂર્ણ બની ગયો છે, તેમના પૂર્વજોની બ્લડલાઈનના બલિદાન અવશેષોમાં ફેરવાઈ ગયાં છે. શૈતાનના સાક્ષાત અવતારે આ મૂર્તિપૂજકોના આત્માઓ પર કબજો જમાવી દીધો છે.
જો તમે હિન્દુ, શીખ, બૌદ્ધ અથવા જૈન છો તો તમારા સારા નસીબનો આભાર માનજો કે તમારી વંશાવલીના પૂર્વજો આ એક ‘ગોડ’ની અમાનવીયતાની સામે ઝૂકી ગયા ન હતા. આ વિશ્વમાં બે જ ધર્મ – ક્રિશ્ચિયાનિટી અને ઈસ્લામ, એવાં છે કે જેમની વૃદ્ધિ વંશીય જૂથોના સંહાર અને જનસંહાર પર જ આધારિત છે. બંનેનો જન્મ એક જ પેરન્ટ્ થકી થયો છે આમ છતાં, વિનાશકારી વિચારધારાના આ સહોદરોની બાલ્યાવસ્થાથી ચાલતી આવેલી દુશ્મનાવટ આજે પણ વિશ્વતખતા પર ચાલી રહી છે. આ ‘ડોક્ટ્રિન ઓફ ડિસ્ક્વરી’ના ઓઠાં હેઠળ જેટલા અત્યાચારો ગુજારાયા છે તેનો રેકોર્ડ રાખવા જવું હોય તો પુસ્તકોની આખી લાઈબ્રેરી ઉભી કરવાની જરૂર પડે. એટલું જ કહેવાનું પુરતું થઈ રહેશે કે જે લોકો આજે પણ આવા મનોભાવને ઉત્તેજન આપે છે તેમના મન-મગજ અને આદતવશ વર્તણૂકોમાં તે પહેલા પણ હતા અને આજે પણ જીવંત છે. જરા તમારી આંખો ખોલો અને વિશ્વને તેના સાચા સ્વરૂપમાં નિહાળો, એ જ કે પોતાની શ્રેષ્ઠતાને પડકારતી સંસ્કૃતિઓનો સુનિયોજિત નાશ કરવા ઈચ્છુક લોકો માટે તે આજે પણ રમતનું મેદાન છે.
(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


