કેલિફોર્નિયામાં આઠ નવેમ્બરે દિવાળી ઉજવાશે

Sunday 30th August 2026 12:12 EDT
 
 

વોશિંગ્ટનઃ કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીએ 8 નવેમ્બરને ‘દિવાલી ડે’ તરીકે માન્યતા આપતો પ્રસ્તાવ પાસ કર્યો છે. આ પ્રસ્તાવ ભારતીય મૂળની એસેમ્બલી સભ્ય દર્શના પટેલ અને એશ કાલરાએ રજૂ કર્યો હતો. પ્રસ્તાવમાં કેલિફોર્નિયાના લોકોને દિવાળી સમારોહમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે. તેમાં ભારતીય-અમેરિકી અને દુનિયાભરમાં વસતા ભારતીય સમુદાય પ્રત્યે સન્માન વ્યક્ત કરાયું છે. પ્રસ્તાવમાં જણાવાયું છે કે હિંદુ, શીખ, બૌદ્ધ અને જૈન સમુદાય અમેરિકા સહિત દુનિયાભરમાં દિવાળી ઉજવે છે. પ્રકાશનો આ તહેવાર સારા પર ખરાબની જીતનું પ્રતીક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter