બાળકો માટે ‘ટ્રમ્પ એકાઉન્ટ્સ’ યોજના

Sunday 12th July 2026 13:48 EDT
 
 

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે વ્હાઈટ હાઉસની ઓવલ ઓફિસમાંથી જ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ અને નાસ્ડેકના ટ્રેડિંગ સેશનની શરૂઆત માટે ઓપનિંગ બેલ વગાડયો. અમેરિકાના ઈતિહાસમાં પહેલી વખત બંને મોટા શેરબજારોએ વ્હાઇટ હાઉસમાંથી સંયુક્ત રીતે ઓપનિંગ બેલ વગાડવાની અનોખી ઘટના બની. આ પ્રસંગે ટ્રમ્પે બાળકો માટે શરૂ કરાયેલી ટ્રમ્પ એકાઉન્ટ્સ યોજનાનું લોન્ચિંગ કર્યું. જે હેઠળ 1 જાન્યુઆરી 2025થી 31 ડિસેમ્બર 2028 (ટ્રમ્પના કાર્યકાળ) વચ્ચે જન્મેલા અમેરિકન બાળકોના નામે સરકાર તરફથી 1,000 ડોલરની પ્રારંભિક રકમ જમા કરાશે. આ રકમ ઓછી ફી ધરાવતા ઈન્ડેક્સ ફંડમાં રોકાશે જેથી લાંબા ગાળે મૂડીમાં વધારો થઈ શકે. માતાપિતા કે અન્ય લોકો દર વર્ષે વધુમાં વધુ 5,000 ડોલર સુધીનું યોગદાન પણ આપી શકશે. ખાતાધારક 18 વર્ષની ઉંમર પછી આ નાણાંનો ઉપયોગ કરી શકશે. સરકારે જણાવ્યું કે અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ બાળકોના ખાતામાં 1,000 ડોલરની પ્રથમ રકમ જમા કરાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter